કોરોના વાયરસથી દેશમાં છઠ્ઠું મોત, પટણા AIIMSમાં સારવાર હેઠળ હતો દર્દી

કોરોના વાયરસનો કહેર દુનિયાની સાથે સાથે ભારતમાં પણ વધી રહ્યો છે. તેના ઈન્ફેક્શનને રોકવા માટે આજે જનતા કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. સવારે 7 વાગ્યાથી લઈને રાતે 9 વાગ્યા સુધી તે રહેશે. સરકારી આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 324 કેસ સામે આવ્યાં છે. જ્યારે તેમાંથી 41 વિદેશી છે. મુંબઇમાં એક કોરોના પીડિતનું મોત થયું છે.

કોરોના વાયરસથી દેશમાં છઠ્ઠું મોત, પટણા AIIMSમાં સારવાર હેઠળ હતો દર્દી

નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર દુનિયાની સાથે સાથે ભારતમાં પણ વધી રહ્યો છે. તેના ઈન્ફેક્શનને રોકવા માટે આજે જનતા કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. સવારે 7 વાગ્યાથી લઈને રાતે 9 વાગ્યા સુધી તે રહેશે. સરકારી આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 324 કેસ સામે આવ્યાં છે. જ્યારે તેમાંથી 41 વિદેશી છે. . મુંબઇમાં એક કોરોના પીડિતનું મોત થયું છે. મળતી માહિતી મુજબ મૃતકની ઉંમર 63 વર્ષ હતી અને તેમને હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટિસની બીમારી હતી. મુંબઇ બાદ તાજો કેસ પટણાથી આવ્યો છે. મૃતક હાલમાં જ કતારથી પાછો ફર્યો હતો અને પટણાની AIIMSમાં સારવાર હેઠળ હતો. તેની ઉંમર 38 વર્ષ હતીઅત્રે જણાવવાનું કે દેશભરમાં કોરોના વાયરસના કારણે 5 લોકોના મોત થયા છે. જેમાંથી બે મોત મુંબઇમાં થયા છે. ભારત સરકાર તરફથી લોકોને આ વાયરસ પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. તેને ફેલાતો અટકાવવા માટે અનેક પગલા પણ લેવામાં આવી રહ્યાં છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને સરકાર પાછા લાવી રહી છે.

અત્રે જણાવવાનું કે ગુજરાતમાં પણ છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો છે અને કોરોનાના 14 પોઝિટિવ કેસ જોવા મળ્યાં છે. રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતને આંશિક લોકડાઉનની સ્થિતિમાં નાખી દેવાયા છે. જરૂરિયાતની વસ્તુઓ મળશે.

જુઓ LIVE TV 

સરકારે બહાર પાડ્યાં છે હેલ્પલાઈન નંબર
કોરોના સંબંધિત કોઈ પણ જાણકારી લેવા કે આપવા માટે સરકારે હેલ્પલાઈન નંબર બહાર પાડ્યા છે. +91-11-23978046 પર ફોન કરી શકાય છે. આ ઉપરાંત દરેક રાજ્યનો અલગ હેલ્પલાઈન નંબર બહાર પાડ્યો છે.આજના જનતા કર્ફ્યૂને જનતા તરફથી ભરપૂર સમર્થન મળી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news